જ્યારે હું ધરા અને આકાશની વચ્ચે લટકતો હતો,
લોકોએ માથું ઉંચું કરી મને નિહાળ્યો,
તેમનાં પર એક વિહવળતાની કેફિયત છવાયેલ હતી.
એનાં પહેલાં એમનાં માથાંઓ
એમના ચરણથી ઉપર ઉઠતાં ન હતાં,
તો એમનાંમાંથી એકે કહ્યું
’આ વ્યક્તિ કયા પાપનું પ્રાયશ્ચિત કરી રહ્યો છે?’
બીજાએ કહ્યું
તારા પરવરદિગાર (પરમાત્મા) ની કસમ! કે સાચું કહીદે_
તારા જાનની કુરબાર્ની આપવા ,તને કઇ વસ્તુએ પ્રોત્સાહિત કર્યો?
એના પછી ત્રીજો વદ્યો !
‘હે અજ્ઞાનતાનાં પૂતળા! શું તુ એ સમજી રહ્યો છે કે,
આ તૃચ્છ કિમત ,જે તુ અર્પી રહ્યો છે,
એનાથી દુનિયાની પ્રતિષ્ઠા અને સન્માન તુ ખરીદી લેશે ?
છેવટે ચોથો બોલ્યો_
’જરા ગુંગા અનાથને તો જુઓ,જાણે એના પર કંઇ વીતીજ નથી.
અરે, કોઇ માનવી આવી આપત્તિનાં સમયે સ્મિત વેરી શકે ?
ત્યારે હું એમને ઉદ્દેશી બોલ્યો_
‘મારા સ્મિતને યાદ રાખો.,અને એના વગર દરેક વસ્તુને તમારા માનસપટ પરથી વિસારીદો.
’નહું કોઇ પાપનું પ્રાયશ્ચિત કરી રહ્યો છું ,ન કોઇ કુરબાની આપી રહ્યો છું.
ન મને કોઇ માન સન્માનની ઈચ્છા છે,કે જેની સજા ભોગવું !’
’પરંતુ હું તરસ્યો હતો,એટલે મેં તમને વિનંતી કરી કે ,મને મારું રકત પીવડાવો.
શું કોઇ પાગલનાં માટે એના રકત વગર કોઇ સારું પીણું છે?જે એની તૃષા છિપાવી શકે?
ના એવું કોઇ પીણું નથી.
’હું ગુંગો હતો, એટલે મેં તમને કહ્યું કે મારા જખ્મોને મારી જબાન બનાવી દો.
‘હું તમારા રાત દિનના અંધકારમા કેદ હતો,
એટલે મેં મારા માટે એવો માર્ગ પસંદ કર્યો
જેનાં પર પ્રવાસ કરીને હું એવી મંઝીલ પર પહોંચી જાઉં
જે તમારી રાત્રિઓથી વધુ સુખદ હો.
અને ત્યાં જઇ રહ્યો છું,
જ્યાં મારાથી પહેલાં ઘણાં શૂળીએ ચઢેલ પહોંચી ચુક્યા છે.
પરંતુ એ વિચાર કદી પણ તમે તમારા હૃદયમાં ન લાવતા કે_
આ શૂળીએ ચઢનારનો સમુદાય તમારી શૂળીઓથી ડરી ગયો છે.
એટલા માટે કે એતો અમારા ભાગ્યમાં લખાઇ ચુક્યું હતું કે
અમે…..
વિશ્વનાં વિવિધ પ્રદેશ,અને ઉચ્ચ આકાશના ના મધ્યમાં તમારાથી વધુ શક્તિ અને સામર્થ્ય
રાખવા વાળા જાલિમોનાં હથોથી શૂળીએ ચઢતાં રહીશું.
_ખલીલ જિબ્રાન
(ઉર્દૂ પરથી અનુવાદ_વફા)
Sunday, February 14, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment